ચુંટણી ઈફેક્ટ: રાજ્યમાં 183 PSIના ટ્રાન્સફર, મોરબી જિલ્લાના 11 PSI અન્ય જિલ્લામાં ટ્રાન્સફર
મોરબી: સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીની મોસમ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં જેમ જેમ ચૂંટણીનો નજીક આવતી જાય છે તેમ તેમ બદલીઓના ઓર્ડર નીકળતા જાય છે. પોલીસ વિભાગમાં આજે વધુ એક બદલીનો ઓર્ડર બહાર પડ્યો છે. જેમાં 183 બિન હથિયારી પીએસઆઈની બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાંથી ૧૧ પીએસઆઈની અન્ય જીલ્લામાં બદલી કરવામાં આવી છે તો અન્ય જીલ્લામાંથી ૯ પીએસઆઇની મોરબી જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં ૧૮૩ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં ફરજ બજાવતા શુક્લ વિનોદભાઈ રામજીભાઈની દેવભૂમિ દ્વારકા, ઝાલા ભુપેન્દ્રસિંહ વિશ્વરથસિંહની રાજકોટ શહેર, ગોંડલીયા અરુણાબેન વિઠલદાસની રાજકોટ શહેર, પરમાર ભાગ્યેશકુમાર દિલીપભાઈની રાજકોટ ગ્રામ્ય, જાડેજા ઋતુરાજસિંહ અનિરુદ્ધસિંહની રાજકોટ ગ્રામ્યમાં, શુક્લા નિરાલી અશ્વિનભાઈની જુનાગઢ જીલ્લામાં, મોલિયા પૂજા છગનભાઈની કચ્છ પૂર્વ ગાંધીધામ ડાંગર ધનલક્ષ્મી વિરાભાઈની ભાવનગર જીલ્લામાં, રામાનુજ રાધિકા ચંદ્રકાંતની કચ્છ પૂર્વ ગાંધીધામ, વાઢીયા લાખુબેન નારણભાઈની કચ્છ પૂર્વ ગાંધીધામ અને રાજેન્દ્ર ભીખુદાન ટાપરીયાની બદલી કચ્છ પશ્ચિમ ભુજ બદલી કરાઈ છે
જયારે ૯ બિન હથીયારી પીએસઆઈને મોરબી ખાતે બદલી કરવામાં આવેલ છે જેમાં ગીર સોમનાથ જીલ્લામાં ફરજ બજાવતા ચૌહાણ કરણસિંહ જોરસંગભાઈ, સોનારા વીરેન્દ્રસિંહ રાજાભાઈ, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા સોનારા પુષ્પાબેન રમેશભાઈ, અમદાવાદ ગ્રામ્યના પટેલ સંદીપકુમાર ઈશ્વરભાઈ, ભાવનગરના ગોહિલ જયવંતસિંહ ચંદુભા, જુનાગઢ જીલ્લામાંથી સગારકા સામત નાગજીભાઈ, રાજકોટ ગ્રામ્યમાંથી ચાર્મી મિલન કરકર, કચ્છ પૂર્વ ગાંધીધામથી જેઠવા કીરતસિંહ નટવરસિંહ અને કચ્છ પશ્ચિમ ભુજથી ગરવા રામજીભાઈ ધનજીભાઈની મોરબી જીલ્લામાં બદલી કરાઈ છે.
ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પોલીસકર્મીઓની બદલી કરવામાં આવેલ છે તેઓને હયાત જગ્યા પરથી ઉચ્ચ અધિકારીઓ વહેલીતકે છુટા કરે અને તેઓ પણ પોતાની નવી જગ્યાએ કોઈપણ પ્રકારની રજા ભોગવ્યા વગર જ હાજર થઈ જાય તેવો આદેશ કરવામાં આવેલ છે.