મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગાયોને લમ્પી વાયરસથી બચાવવા ૭૨ ટન સુખડી બનાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે સેવાભાવીઓ દ્વારા ૭૧ કિલો ઘી અર્પણ કરવામાં આવ્યું.
કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આયોજન કરવામાં આવ્યું છે કે કાંતિભાઇ અમૃતિયાના દ્વારા લંપી વાયરસને લઈ ગાયો માટે 72 ટન સુખડી બનાવવામાં આવશે જેમાં 71 કિલો ઘી ગાળા ગામના ભાવેશભાઈ વરસડા તેમજ અણીયારી ગામના રોહિતભાઈ વરસડા દ્વારા આપવામાં આવ્યું છે.
