સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 2 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ 5 સ્થાન મેળવ્યા છે.
મોરબી જિલ્લા પ્રથમ ગામી અપેક્ષા ૯૧.૦૯%, દ્વિતીય વસિયાણી અંજલી ૯૦.૯૧%, તૃતીય મુછડિયા નિકિતા ૯૦.૧૮%, ચતુર્થ દેત્રોજા નેન્સી ૮૬.૯૧%, પાંચમા ક્રમે મારડીયા સુજાન ૮૬.૫૫% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે નવયુગ મહિલા સાયન્સ કોલેજ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એકમાત્ર કોલેજ બનીને B.Sc કરનારા સ્ટુડન્ટ્સ માટેનો ઉત્કૃષ્ટ વિકલ્પ બની ગઈ છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા.
અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ વધતી ગરમીને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ...
ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ ગોઝારી દુર્ઘટનાની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 242 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી થઈ રહી...
GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે જાહેર થશે પરિણામ?
4 મે, 2026: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science), સામાન્ય પ્રવાહ (Commerce/Arts),...