મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પંચાસર રોડ મહાદેવજી મંદીર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા, રોહિતભાઇ જગદીશભાઇ વિંઝવાડિયા, હર્ષદભાઇ ધિરુભાઇ સેટાણીયા, મનોજભાઇ સામજીભાઇ દેકાવડીયા, વિજયભાઇ વસંતભાઇ દલસાણીયા રહે બધા નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ.૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
