મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડા રૂ. ૯૭,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. એ પકડી પાડયા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની બદી સદંતર નેસ્ત નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અંગે સુચના કરતા મોરબી એલસીબી પોલીસ સ્ટાફના કાર્યરત હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને સયુકત રાહે ખાનગી બાતમી મળેલ જેના આધારે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ કર્મચારી સોસાયટીના નાકે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરતા આરોપી પ્રવિણભાઇ અંબારામભાઇ પટેલ, વિશાલ વલમજીભાઇ પટેલ હાર્દિકભાઇ હરેશભાઇ પટેલ રહે બધા મોરબી વાળાઓને ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા રોકડા રૂ. ૯૭,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...