મોરબીમાં ઇક્વીટી હુન્ડાઈ શો રૂમમાં તસ્કરોનો તરખાટ: રોકડ રૂ.3.55 લાખનો હાથફેરો

મોરબી: મોરબી શક્ત શનાળા રાજકોટ રોડ ઉપર આવેલ ઇક્વીટી હુન્ડાઈ શો રૂમની તીજોરીમાંથી રોકડ રૂ.૩,૫૫,૨૦૯ ની ચોરી કરી લઇ ગયા હોવાની અજાણ્યા ચાર ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ મોરબી શક્ત શનાળા શક્તિ માતાના મંદિરની બાજુમાં રહેતા ધીરૂભા અલુભા જાડેજાએ અજાણ્યા ચાર ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૦-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીઓએ ઇકવીટી હુન્ડાઇ શો રૂમમાં પ્રવેશ કરી શો રૂમમા ઉપરના માળે હોકીસમા રાખેલ તીજોરીમા રાખેલ રોકડ રૂ. ૩,૫૫,૨૦૯/- ની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. પોલીસે ફરીયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img