મોરબી: મોરબીમાં આગામી તા. ૨૫-૦૯-૨૦૨૨ ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.૧ થી ધો.૧૨ માં ૬૦% થી વધુ ટકા મેળવેલ પ્રથમ દ્વિતીય તૃતીય નંબરના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.





