મોરબી : પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે પાસા હેઠળ ડીટેઈન કરી માળીયા મીયાણા પોલીસે સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે.
પોલીસ અધિક્ષકની સુચનાથી અને મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓની સુચના મુજબ પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ ઇસમ ઇરફાન અલીભાઇ સુમરા ઉવ.૨૬ ધંધો-મજુરી રહે.નાના દહિસરા તા.માળીયા મી. જી.મોરબી વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકેલ હોય અને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપતા મજકુર સામવાળા વિરૂધ્ધની પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા મજકુર સામાવાળાને તા.૨૨/૦૯/૨૦૨૨ ના કલાક- ૨૦/૩૦ વાગે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...