મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. ૪૫) તા-૨૯/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઇ કારણોસર પહેલા માળેથી પડી જતા માથે કાનમાં શરીરે ઇજા થતા પ્રથમ સારવાર સીવીલ હોસ્પિટલ મોરબી ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જતા જેનું ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડો. જે.જી.વાગડીયાએ તપાસી તા-૩૦/૦૮/૨૦૨૨ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા. 01-02-2026 ને રવિવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી સવારે 9 થી 1 કલાક દરમ્યાન નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જેમાં 0 થી...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, RSS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે પોતાના પ્રવચનમાં “પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છે” એમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર...