મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા દિપકભાઈ ગુમાનસિંગ ભુરીયા (ઉ.વ.૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરીયાની વાડીએ ગત તા.૨૨-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વસંત પ્લોટમાં મહાવીર ફરસાણ નજીક આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ અશોક...