મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમ્પોલો સિરામિકના કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા સિક્યુરિટી ગાર્ડને લોડર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. લોડર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના મૌહારના વતની સિક્યુરિટી મેન શીવાશુ રામપાલસિંહ યાદવ, ઉ.વ.૧૯ નામના યુવક નોકરી દરમિયાન સીમ્પોલો સીરામીકના માટી ખાતામાં ખુરશી ઉપર બેઠા હતા ત્યારે ટ્રેકટર લોડર નં- GJ-13-AD-1046ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે લોડર ચલાવી ખુરશીમા બેઠેલ શિવાંશભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ કેશવ રામપાલ યાદવે અકસ્માત સર્જી નાસી છુટેલા લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...