મોરબી : મોરબીમાં ઉદ્યોગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ કન્ટેનર ડેપો)ને મંજુરી આપેલ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેમની રજુઆતોને ઘ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પી એમ ગતિ શકિત યોજના હેઠળ આ 280 કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી હાલ 112 કરોડ ફાળવેલ છે.
જેથી હવે રેલ્વે બોડઁ દ્વારા ICD (ઈનલેન્ડ કંન્ટેનર ડેપો)ના આ પ્રોજેક્ટનુ કામ આગળ વઘશે મકનસર પાસે ICD થતા મોરબી સીરામીક ઉદ્યોગકારોને એક્સપોટઁ તેમજ ઈમ્પોટઁમા ટ્રાન્સપોટેઁસનના ભાડામા ફાયદો થશે તેમજ કસ્ટમ ક્લીયરન્સમા ખૂબજ સરળતા રહેશે જેથી એક્સપોટઁને વેગ મળશે તેમજ Freight forwarders, Custome clearanceના એજન્ટોની ઓફિસો મોરબી થશે જેથી નવી રોજગારી ઉભી થશે એ ઉપરાંત મોરબીનુ દરરોજના 1200 કંન્ટેનરનુ એક્સપોટઁ હોવાથી હાઈવેના ટ્રાફીકમા ઘટાડો થશે આ તકે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન કેન્દ્ર સરકારનો તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરે છે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, RSS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે પોતાના પ્રવચનમાં “પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છે” એમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર...
છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સવા લાખથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે *1-2-26 રવિવારે* 90મોં વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. આ કેમ્પની વિશેષતા એ છે કે અહીંયા વિશાળ જગ્યા છે,...
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની જ જોવા મળી રહે છે શેરીએ અને ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરબીના સનાળા બાયપાસ પાસે તુલસી પાર્કની બાજુમાં મનુભાઈ પાર્કમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 72 બોટલ જેની કુલ કિંમત રૂપિયા 23,520 નું મુદ્દામાલ મોરબી સીટી એડિવિશન...