મોરબી: હળવદ તાલુકાના નવા ધનાળા ગામ નજીક બોલેરોએ ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી. જ્યારે બોલેરો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા (ઘનશ્યામનગર) ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ તારબુંદીયાએ આરોપી બોલેરો પીકઅપ વાહન નં – GJ-11-TT- 7055 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના સવા બે વાગ્યાના અરસામાં આરોપી બોલેરો પીકઅપ વાહન નં જીજે- ૧૧-ટી. ટી -૭૦૫૫ ના ચાલકે પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ પુરઝડપે ગફલતભરી રીતે અને બેફીકરાઇથી માણસોની ઝીદંગી જોખમાય તેમ ચલાવી સામે આવતા મોટરસાયકલ નંબર જીજે-૧૩-એએ-૪૧૬૩ વાળા સાથે ભટકાડી ઠોકર વાગતા સાહેદ નાનજીભાઇ જીણાભાઇ તારબુંદીયાનું મોત નિપજાવી તથા સાહેદ મનજીભાઇ વીરજીભાઇ દલવાડીને શરીરે ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી બોલેરો વાહનના ચાલક વિરુદ્ધ આઇપીસી ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમવીએકટ કલમ ૧૭૭, ૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...