મોરબીના માળિયા નાં ધારાસભ્ય અને ગુજરાત સરકાર નાં મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ સરકારી ખરાબાની જમીન દરગાહ માટે આપી દેવાની ભલામણ વાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે જોકે આ પત્ર બાદ ઉગ્ર પ્રત્યઘાત આવતા મંત્રી બ્રિજેશ મેરજા રીતસર બેકફૂટ ઉપર આવી ગયા છે અને આનન પાનમાં આ જમીન ફાળવણી વાળા પત્ર અંગે કોઈ કાર્યવાહી નહીં કરવાનો અલગ થી પત્ર લખી ડેમેજ કંટ્રોલ કરવાની રીતસર કોશિશ કરી છે

એક તરફ મોરબીના મણિમંદિર પાસે આવેલ દરગાહ પર ગેરકાયદેસર કબજો હોવા અંગે વિવાદ ચાલુ છે અને તેના માટે વિવિધ હિન્દુવાદી સંગઠનો વિરોધ જતાવી રહ્યા છે ત્યારે ફરી અન્ય દરગાહ માટે સરકારી ખરાબાની જમીન આપવા ભાજપના જ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા રજૂઆત કરાઈ હતી જેના અનુસંધાને જમીન ફાળવણી અંગે ભલામણ આપવા મોરબી માળિયા નાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા એ મોહોર મારી કલેકટરને યોગ્ય કરવા લેખિત જાણ કરી હતી જોકે આ બંને પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ઉહાપોહ મચી જતાં મંત્રી બ્રિજેશ મેરજાને રીતસર બેકફૂટ પર આવવું પડ્યું છે
આખી ઘટનામાં ભાજપના હોદ્દેદાર તેમજ ધારાસભ્ય અને મંત્રી દ્વારા આવો ભલામણ પત્ર લખી કેમ અપાયો તેના વિશે પણ જોરદાર ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે કહેવાય રહ્યું છે કે આ દરગાહ જે માળિયા મીયાણાના વવાણીયા ગામ પાસે આવેલી છે ત્યાંના મુસ્લિમ રહીશોએ ગત ધારાસભાની પેટા ચૂંટણીમાં એનકેન પ્રકારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ને ફાયદો થાય તે રીતે વોટિંગ પેટન ગોઠવી હતી અને સફળ પણ રહી હતી જેથી બ્રિજેશ મેરજા જીતવા મા સફળ રહ્યા હોય જેના કારણે મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આવું પગલું ભરવા આવ્યું હોય તેવી રાજકીય વર્તુળોમાં લોક મૂકે ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ મોરબી શહેરમાં વડાપ્રધાન આવાસ યોજનામાં એક મદરેસા નું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આ મંત્રી મહોદય બ્રિજેશ મેરજાની મૂક સંમતિ હોય તેવી લોક મૂકે ચર્ચા સાંભળવા મળી હતી તો બીજી તરફ હિન્દુ સમાજ માટે ના પ્રશ્ર્ને કોઈ નિરાકરણ લાવવાનો એક પણ પ્રયત્ન કર્યો નથી તેવા આક્ષેપો પણ મંત્રી બ્રિજેશ મેરજા ઉપર સોશિયલ મીડિયા થકી હિન્દુત્વવાદી લોકો કરી રહ્યા છે
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા હિન્દુવાદી સંગઠન ને નારાજ કરવા પાલવે તેમ ન હોય અને આ પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધનો સુર ઉઠ્યો છે આ મુદ્દો વધુ ઉછળે તો ડેમેજ કંટ્રોલ કરવો ભાજપ માટે મુશ્કેલ બને તેમ લાગતા મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તરત જ કલેક્ટરને અલગથી પત્ર લખી આ પ્રકરણ અંગેકોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવાની ભલામણ કરી દેવાય છે પરંતુ ત્યાં સુધીમાં આ પ્રકરણ મોરબી જિલ્લા માં ટોક ઓફ ધી ટાઉન અને ભારે ચર્ચાસ્પદ બની ગયું છે
