મોરબી: મોરબી શહેરમાં વાઘપર રોડ પર કોઇ ઇસમ પત્થરાઓની આડશ કરી તે વ્યક્તિએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનસિક બીમારીના કારણે આવી પ્રવતી કરેલ છે. જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે.
મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પડતો હોવાની માહીતી મળતા તરતજ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટશન લાવી તેની પૂછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે. વસંત પ્લોટ મોરબી વાળા હોવાનું જણાવેલ ઈસમ દખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનું જણાય આવતા તેના પરિવારને પોલીસ સ્ટશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છલ્લા આઠક માસથી માનસીક રીતે પીડાય છે. તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્સ્પટલમા ચાલુ છે, અને આજરોજ ઘરથી નીકળી ગયેલ હોવાનું જણાવલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...