મોરબી: રાજકોટ-મોરબી હાઈવે ઉપર હળબટીયાળી ગામના પાટીયા નજીક રોડ ઉપર બસે ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બસ ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ લવજીભાઈ ગઢીયા (ઉ.વ.૩૨) એ આરોપી લકઝરી બસ રજીસ્ટર નં. AR-01-T-8969 નો ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારા (ઉ.વ.૩૦ રહે. ખુડલા જી. બાડમેર રાજસ્થાન) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપી લકઝરી ટ્રાવેલ્સ બસ રજીસ્ટર નં. AR- 01-T-8969 ના ચાલકે પોતાના હવાલા વાળી બસ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા ઉ.વ.૫૮ વાળા મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-03-JS-7789 લઇને જતા હતા તેને ઠોકરી મારી અકસ્માત કરી કપાળ તથા મોઢા તથા કમર તથા પેટ તથા ડાબા હાથે કોણીના ભાગે તથા ડાબા પગની એડીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ નોંધી તપાસ હાથ છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ...
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા...
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટ ના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત...