મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પાલણપીરની જગ્યાને પવીત્ર યાત્રાધામ વિકાસમાં સમાવવા સરકારને પત્ર લખી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ રજૂઆત કરી છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં હડમતીયા ગામે સમગ્ર ગુજરાત રાજયનાં સમસ્ત અનુસૂચિત જાતિની ધાર્મીક આસ્થાનુ પ્રતિક એવા પાલણપીરની સમાધી સ્થાન મંદીર આવેલુ છે. જયાં મોટી સંખ્યામાં દુર-દુરથી લોકો દર્શનાર્થે પધારતા હોય છે દર વર્ષે ભાદરવા વદ નોમ,દસમ અને અગીયારસનો ત્રણ દિવસીય સુપ્રસિધ્ધ મેળો પણ આ જગ્યા ઉપર ભરાય છે જે ત્રી-દિવસીય મેળામાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય ધાર્મીક સ્થાનનો વિકાસ કરવો ખુબ જરૂરી હોય તેમજ લોક લાગણી હોય અદરવું હળમતીયા મુકામે આવેલ પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામ વિકાસની ગ્રાન્ટમાં સમાવેશ કરી ધાર્મીક જગ્યાનો વિકાસ કરવા લાગણી સભર નમ્ર રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના હરીપર કોયબા રોડ પર આવેલા માઇનર બ્રીજના ગાળા ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયા છે. જેથી કોયબાથી નવા કોયબા રોડ પર ભારે વાહનોને પસાર થવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી...
મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન વે કરવો જરૂરી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા...
ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર 'નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન' શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.
દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ...