મોરબી જિલ્લો ખનિજ થી ભરપુર હોય ત્યારે ખનિજ માફીયાઓ માટે જાણે સ્વર્ગ હોય તેમ યેનકેન પ્રકારે માતેલા સાંઢ ની માફક ખનિજ નું પરિવહન કરી દોડી રહ્યા છે
ત્યારે મોરબીના ભરતનગર ગામ પાસે ખેડૂત ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા તે દરમ્યાન માતેલા સાંઢ ડમ્પર હાઇવે ઉપર દોડી રહ્યું હતું તે દરમિયાન ખેડૂત ના ટ્રેકટર ને પાછળ ના ભાગે થી ટક્કર મારતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જેમાં ટ્રેકટરમાં બેઠેલા ખેડૂતના પરિવારના ચાર થી પાંચ લોકો ને સામાન્ય ઇજા પોહચી હતી અહી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નંબર પ્લેટ વગરની ટ્રક ખનિજ ભરેલો હાઇવે ઉપરદોડી રહ્યો હતો ત્યારે પોલીસ કે આરટીઓ ના ધ્યાને નઈ આવ્યો હોય? શું રોયલ્ટી ભરીને આ ડંફર ખનિજ નું પરિવહન કરતો હતો? શું ડંફર માં ઓવર લોડ ખનિજ ભરેલું હતું? હવે જોવાનું રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરશે? આ ખનિજ ભરેલા વાહન વિરૂદ્ધ
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...