મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ કેવલ મિનરલ્સ લેબર ક્વાર્ટર્સમા ગળેફાંસો ખાઈ લેતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના લગધીરપુર રોડ પર આવેલ કેવલ મિનરલ્સ લેબર ક્વાર્ટર્સમા રહેતા ૨૪ વર્ષીય રાહુલભાઈ મેઘાભાઈ મુનીયાએ ગત તા.૦૪-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાની રીતે કેવલ મિનરલ્સ લેબર ક્વાર્ટર્સમા ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.









