મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ લકગ્રેસ સીરામીકના કારખાનાની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ લકગ્રેસ સીરામીકના કારખાનાની સામે રોડ પરથી આરોપી રાજુભાઇ હેમુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૯) રહે. રાતાભેર તા.હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૧૭૦૦ ના મુદામાલ સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની ૬૫ બોટલ કિં રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...
હળવદ તાલુકાના ખોડ ગામે યુવકના ભાઈએ પોતાના ઘરે આરોપીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે મારમારી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ...
માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન નજીક યુવકે એક શખ્સ પાસે બાકી નીકળતા પૈસા માંગતા આરોપીને સારૂં નહીં લાગતા આરોપીએ યુવક પર છરી વડે હુમલો કરી યુવકને ઈજાઓ કરી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં વાડા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન નજીક...