મોરબી: મોરબીમાં રહેતા આધેડે ઉંચી માંડેલ ગામ નજીક ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ પર આવેલ મધુસૂદન હાઈટસમા રહેતા ૪૫ વર્ષીય મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયાએ ગત તા.૦૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણોસર મોરબીના ઉંચી માંડેલ ગામ નજીક ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
