મોરબી: મોરબી બહાદુરગઢ ગામની સીમ માંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા ગેસ ભરેલ ટેન્કર,ખાલી સીલેન્ડર, બોલેરોગાડી,મોબાઇલફોન તથા ગેસ કાઢવાના સાધનો મળી કુલ રૂ. ૨૯,૮૫,૪૨૪ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને મોરબી એલસીબીએ પકડી પાડયા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એ મોરબી જીલ્લામાં ચોરીછુપીથી અનઅધિકૃત પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી આવી પ્રવૃતિ કરનાર ઇસમોને કાયદાના પાઠ ભણાવવા સુચના કરેલ હોય જે અંગે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન તથા સુચના મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક, અવધ વે બ્રીજ પાછળ, બામણકા સીમ જતા રસ્તે બહાદુરગઢ ગામનીસીમમાં ખુલ્લી જગ્યામાં જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ આહિર રહે બન્ને રાજકોટ,વાળા રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતા ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરો સાથે મેળાપીપણુ કરીને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા
રામસીંગ વિજયસીંગ રાઠોડ (ઉ.વ.૫૮ રહે. રાતાનાડા શિવરોડ, તા.જિ.જોધપુર રાજસ્થાન), જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલા (ઉ.વ. ૨૬ રહે. શ્રીનાથજી સોસાયટી, મવડીરોડ, રાજકોટ) તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા (ઉ.વ. ૩૫ રહે. શ્રીનાથજી સોસાયટી, મવડીરોડ, રાજકોટ) ત્રણ ઇસમોને રૂ.૨૯,૮૫,૪૨૪ – ના મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ ગેસ ભરેલ ટેન્કર નં- HR-38-7-0853 ગેસના જથ્થા સહિતની ફૂલ કિં.રૂ.૨૬,૧૨,૪૨૪/ તથા ગેસના સીલેન્ડર નંગ-૨૮ કિ.રૂ. ૫૬૦૦૦ અને બોલેરો ગાડી નં. GJ-03-BV-8052 કિ.રૂ. કિં.રૂ.૩,૦૦,૦૦૦ તેમજ ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી પાઇપ નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૩ કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કૂલ રૂ. ૨૯,૮૫,૪૨૪ /- નો મુ દામાલ પોલીસે જપ્ત કરેલ છે.
