મોરબી: હળવદ 108ની ટીમના કર્મચારીઓની એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં હળવદ ખાતે અકસ્માતમાં ઘવાયેલા યુવાન પાસે રહેલા રોકડ રૂ.32 હજાર તથા મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ 108ની ટીમ દ્વારા અકસ્માતનો ભોગ બનનાર યુવકનાં પરીવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ 108ની ટીમના ઇએમટી હરેશભાઈ અને પાઇલોટ ગણપતભાઇને ફોન આવ્યો હતો કે હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શિવ મંદિર સામે એક બાઈક અકસ્માત સર્જાતા બાઈક સવારને ઇજા પહોચી છે ફોન બાદ 108ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત અવચરભાઈ કુમાભાઈ વાઘેલાને તાત્કાલીક સારવાર આપી હોસ્પિટલ ખાતે પોહચાડવામા આવ્યા હતા. તે દરમિયાન અવચરભાઇના ખિસ્સામાંથી રૂ. ૩૨૦૦૦ રોકડા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે રૂપિયા હરેશભાઈ અને ગણપતભાઈએ રોકડ રકમ અને મોબાઈલ ફોન તેમના પરિવારજનોને સુપ્રત કરી દેશ અને સમાજને એક અનેરૂં પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું.
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને...