મોરબી: ગઈકાલના રોજ મોડી સાંજે માળીયા(મી)નજીક આવેલ અણિયારી ટોલનાકા પરથી ટ્રક લઈને પસાર થતા એક ટ્રક ચાલકને ટોલકર્મીઓએ માર માર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો જેથી રોષે ભરાયેલા ટ્રક ચાલકોએ ૧૫૦ કરતા વધુ ટ્રક રોડ પર જ ઉભા રાખી હોબાળો મચાવ્યો હતો.જેને પગલે દસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ બનાવ અંગે જાણ થતા જ માળીયા (મી) પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ટ્રક ચાલકો પોતાની વાત પર અડગ રહેતા અંતે કડક પગલા લેવા માટે માળીયા પોલીસની સમજાવટ અને મોરબીના ન્યૂઝ18 ગુજરાતીના પત્રકાર અતુલભાઈ જોશીએ ફરિયાદ નોંધાવવામાં સાથે આવવાની સહમતી દર્શાવતા ટ્રક ડ્રાઈવરોએ રસ્તો ખુલ્લો કરવા સહમતી દર્શાવી હતી અને માળીયા પોલીસની ભારે જહેમત બાદ ત્રણ થી ચાર કલાક બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતા.
તેમજ ભોગ બનનાર ટ્રક ચાલક ધનાભાઈ રબારી ને સાથે લઈ જઈ ને માર મારનાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ત્રણ આરોપી સીદીક હબીબભાઈ મોવર(ધંધો .સિક્યુરીટી ગાર્ડ,રહે.નવાગામ તાં.માળીયા),સીદીક કરીમભાઈ મોવર(ધંધો.સિક્યુરિટી ગાર્ડ,રહે.નવા અંજીયાસર તા.માળીયા) અને યારમામદ શેરાલિન મોવર(ધંધો.સિક્યુરિટી ગાર્ડ.રહે.વિરવિદરકા તા.માળીયા)વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ...