મુસ્કાન વેલ્ફર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન દ્વારા તા 17-18 બે દિવસ મહીલાઓને સ્ટોલ લગાવી વ્યવસાય કરવા આમંત્રણ
મોરબી: નીલકંઠ સ્કૂલના સંગાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન એ તમામ જરૂરિયાતમંદ મહિલાઓને આમંત્રિત કરે છે જેઓ પોતાનો નાનો વ્યવસાય ઘરેથી ચલાવે છે.
તમારા માટે લાવ્યા છે એવું આંગણું જ્યાં તમે આવીને તમારી પ્રોડક્ટ વેચી શકો. તા 17અને 18 ઓક્ટોબર ,2022ના રોજ નીલકંઠ વિદ્યાલયના પરિસરમાં પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ.
જ્યાં તમે બે દિવસ માટે તમારો સ્ટોલ લગાવીને તમારો માલ વેચી શકો છો. અમારો ઉદ્દેશ્ય એવી જરૂરિયાતમંદ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે કે જેઓ તેમની આજીવિકા માટે ઘરેથી બિઝનેસ કરે છે અને પોતાના કુટુંબનું સ્વાવલંબી-આત્મનિર્ભર બનીને જતન કરે છે.
જે મહિલાઓ સ્ટોલ લગાવવા માંગતા હોય તેમણે કવિતા મોદાણી:- 7284842189, રંજના સારડા :-9726599930, નેહા વડસોલા :-9601269344, દિપ્તી સાવરીયા:- 91062 81267 નંબર પર સંપર્ક કરવો અથવા નીલકંઠ સ્કૂલ પર રૂબરૂ મળી જવું.