નવસર્જન ટ્રસ્ટ તથા હળવદના અનુ.જાતિના યુવાનો દ્વારા રાજકીય પક્ષો દ્વારા આભડછેટ નાબુદ કરવા વચનો આપે તેવી માંગ
મોરબી : વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વઢવાણ શહેરના નવસર્જન ટ્રસ્ટ તેમજ હળવદના અનુસૂચિત જાતિના યુવાનો દ્વારા રાજકીય પક્ષો દ્વારા આભડછેટ દુર કરવા ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હળવદના સરા રોડ ઉપર ૨૭૫ ફૂટ લાંબુ બેનર બનાવીને રાજકીય પક્ષોને ચુંટણી ઢંઢેરો જાહેર કરવા સંદેશો પાઠવ્યો હતો. સાથે જ 9 ફૂટ EVM મશીન દ્વારા બનાવી રજુ કરવામાં આવ્યું હતું.
આવનારા સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવા રહીં છે ત્યારે તે પહેલા રાજકીય પક્ષો દ્વારા વિવિધ વચનો આપવામાં આવી રહ્ય છે ત્યારે રાજ્યના અનુસૂચિત જાતિના સમાજના આ વચનોમાં આભડછેટ નાબુદ કરવાનો વચન આપવાની માંગણી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં અનેક સ્થળે ૯૦ તાલુકામાં વઢવાણના નવસર્જન ટ્રસ્ટ દ્વારા આભડછેટ દુર કરવા મામલે બીડુ ઝડપ્યું છે. જ્યારે હળવદના સરા રોડ પર ૨૭૫ ફૂટ લાંબા બેનર અને EVM મશીન સાથે ૯૦ તાલુકામાં રજૂ કરવા નક્કી કરાયું છે.
જ્યારે વધુમાં ગઈકાલે હળવદના સરા રોડ ઉપર ૨૭૫ ફૂટ લાંબા બેનર સાથે આભડછેટ નાબુદ કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હળવદ શહેર અને આસપાસના વિસ્તારના ગામોના અનુસૂચિત સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નવસર્જન ટ્રસ્ટના મહેશભાઈ રાઠોડ નટુભાઈ પરમાર સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.