હળવદ: નવરાત્રીમાં ગાળો બોલવાની ના પાડતાં તેનો ખાર રાખી રણમલપુર ગામના ઉપસરપંચ પર છ-સાત શખ્સોએ હુમલો કર્યો
મોરબી: મોરબી જીલ્લામાં દીવસ રાત ઘરફોડ, ચોરી, ખુન, મારામારીના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે મારામારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે હળવદ તાલુકાના રણમલપુર ગામે નવરાત્રી મહોત્સવ દરમિયાન ગાળો બોલવાની ના પાડી હોય જે બાબતનો ખાર રાખી રણમલપુર ગામના ઉપસરપંચ પર છ-સાત શખ્સોએ લાકડી ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં ઉપરસપંચને ધોકા લાકડી પથ્થર મારી માથામા ઇજા પહોચાડી ઇજાગ્રસ્ત ઉપસરપંચને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં અંગે મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણલપુર ગામે નવરાત્રી દરમિયાન આઠમા નોરતે મંગળપુર ગામના યુવકને ગાળો બોલવાની ના પાડતા તે વાતનો ખાર રાખી અવારનવાર ફોનમાં ધમકી આપી જાન થી મારી નાખવાની ધમકી આપતા હોવાનુ રણમલપુર ગામના ઉપસરપંચ અનિલભાઈ ટપુભાઈ વરમોરાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરી આજે અનિલભાઈ વરમોરા પેટ્રોલ પંપેથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે છ થી સાત શખ્સોએ અચાનક લાકડી ધોકા પથ્થર વડે હુમલો કરતા અનિલભાઈ વરમોરાને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પાટીદાર સમાજના આગેવાનો પોહચી ગયા હતા અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે હળવદ પીઆઇ સહિતનો પોલીસ કાફલો રમલપુર ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી હતી. હળવદ પોલીસમાં અગાઉ આમના વિરુદ્ધ ફરિયાદ કર્યા હોવાનું ઉપસરપંચે જણાવ્યું હતું આ હુમલામાં સનાભાઈ કોળી, મનોજભાઈ કોળી સહિતના અન્ય શખ્સો એ હુમલો કર્યો નું અનીલભાઈ વરમોરા એ જણાવ્યું હતું, જથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.