મોરબી: મોરબી રવાપર રોડ એચડીએફસી બેન્ક નજીક જાહેરમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ એચડીએફસી બેન્ક નજીકથી આરોપી મીઠાલાલ પ્રેમજીભાઈ પરમાર રહે માધાપર શેરી નં -૨૯ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં.રૂ.૬૪૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
