મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર સુખપર ગામના બસ- સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા રાહદારીનું મોત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ સુ.નગર જીલ્લાના સતાપરના રહેવાસી અને હાલ પાંડાતીરથ તા. હળવદમાં રહેતા રઘુભાઈ ડાયાભાઇ મકવાણાએ આરોપી ટ્રક કન્ટેનર ટ્રક રજીસ્ટર નંબર – GJ-05-BT-3171 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી કન્ટેનર ટ્રક રજીસ્ટર નંબર GJ-05 -BT- 3171 ના ચાલક પોતાના હવાલાવાળુ કન્ટેનર ટ્રક પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપુર્વક ચલાવી આવી આ કામના ફરીયાદીના પિતા ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૬૨ વાળા પગે ચાલીને જતા હતા તેને હડફેટે લઇ ઠોકર મારતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ આરોપી પોતાનુ ટ્રક લઇ નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...