મોરબીના કુબેરનગરમાં તા.27 થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન
મોરબી: મોરબીના ચાવડા પરિવાર દ્વારા કષ્ટભંજન હનુમાન મંદિર, કુબેરનગર ૧, નવલખી રોડ મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાગવત સપ્તાહ કથાનો તા ૨૭ ઓક્ટોબરના રોજ પ્રારંભ કરાશે અને તા. ૦૨ નવેમ્બરના રોજ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે.
મોરબીના સ્ટેશન રોડ પરના ભગુભાઈ ભજીયા વાળા પ્રફુલભાઈ ચાવડા, જગદીશભાઈ ચાવડા અને ગણપતભાઈ ચાવડા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ભાગવતાચાર્ય શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી કથાનું રસપાન કરાવશે જેમાં પ્રતિદિન બપોરે ૨ થી ૬ કલાક સુધી કથા શ્રવણનો લાભ ૬ લઇ શકાશે તા. ૨૭ ના રોજ ભવ્ય પોથીયાત્રા સાથે કથા પ્રારંભ કરાશે અને સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરાશે તેમજ તા. ૦૨ નવેમ્બરના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે.