મોરબી: મોરબી શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસ મહેશ હોટલની સામે વાળામા ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરતા અકસ્માતે આગ લાગતાં દાજી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં એ.જે. કંપની પાછળ રાજ બેંક વાળી શેરીમાં રહેતા અજય નાયક (ઉ.વ. ૩૦ ) નામનો યુવક ગઇ તા. ૦૨/૧૦/૨૨ રોજ મોરબી શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસ મહેશ હોટલ ની સામે વાળા મા ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરતા અકસ્માતે આગ લાગતા આખા શરીરે દાજી જતા પ્રથમ સારવાર માટે મોરબી ક્રીષ્ના હોસ્પીટકલ ખાતે ગઇ તા. ૦૨/૧૦/૨૨ ના રોજ દાખલ થયેલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન તા. ૧૨/૧૦ /૨૨ના રોજ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...