હળવદ શિશુમંદિર ખાતે જીએસટી માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબી: હળવદ શિશુ મંદિર ખાતે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને જીએસટી અંગેનો માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વેપારીઓને જીએસટી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં હળવદના તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હળવદ વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ, પ્રકાશભાઈ પટવા, વિજયભાઈ, બીપાલા પરીખ, સહિતના સહિતના તમામ એસોસિયેશનના પ્રમુખ અને વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને જીએસટી અંગેનું નાયબ કમિશનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યો હતુ, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.