મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં ભાડાના મકાનમાં યુવાને ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હાલ રહે મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં મોહમદભાઈ આદમભાઈ બ્લોચના મકાનમાં ભાડેથી અને મુળ.ગામ સરવડ તા. મોરબી વાળા રાજેશભાઈ ધરમશીભાઈ દેલવાડી (ઉ.વ.૨૧) નામના યુવાને ગત તા.૧૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળા સાથે વિટોડીને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...