મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનામા રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની દેવપુરી બસંતપુરી ગોસ્વામી (ઉ.વ. ૧૯) નામના યુવાને ગત તા.૨૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લો સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય હબ છે ત્યારે ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતા GST ને ૧૮% થી ઘટાડીને ૫% કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા દ્વારા સરકારને રજૂઆત કરી માંગ કરી છે.
ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GST ઘટાડા માટે...
મોરબીના જુના જાંબુડીયાના રસ્તે સેગ્વે સીરામીક કારખાના ના વળાંક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને ઠોકર મારતાં બાઈક સવાર આધેડ નીચે પટકાઈ ટ્રકના વ્હીલ નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકાનગરમા રહેતા શિવલાલ...