સાંસદના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું
સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે ખાતમુહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કરોડોના વિકાસકાર્યોના ખાતમુહુર્ત લોકાર્પણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૩.૧૫ કરોડના ૫૧ કામોનું ખાતમુહુર્ત તથા ૧૯.૭૮ કરોડના ૭૬ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં તાજેતરમાં ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામો મંજૂર થયા છે. છેવાડાના વિસ્તારો સુધી લોકોને સુખ સુવિધા કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે ભુપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની રાજ્ય સરકાર સતત ચિંતિત છે.સિંચાઈ, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, વિજળી, શાળા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામડાઓને સજ્જ બનાવવામાં આવી રહ્યા છે. આજે ડિજીટલ યુગના પ્રારંભ થકી દરેક લાભાર્થીના વિવિધ યોજનાઓના લાભ સીધા તેમના ખાતામાં જમાં થઈ જાય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વણથંભી વિકાસયાત્રા થકી જ્યાં નજર કરો ત્યાં જન કલ્યાણના વિકાસ કાર્યો જ નજરે પડે છે. વધુમાં તેમણે આ વિકાસયાત્રામાં સૌને ભાગીદાર બનવા અપીલ કરી હતી.આ તકે સર્વે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વિવિધ વિભાગ હેઠળના ૩૨.૯૩ કરોડના ૧૨૭ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલો રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, રાકેશભાઈ કાવર, કાનજીભાઈ ચાવડા સહિત જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ...