મોરબી: મોરબી જેલ રોડ પર બિરાજ સાડીના શો રૂમ પાસે પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં કેનાલ રોડ પર બોરીયા પાટી મેઘાણીની વાડીએ રહેતા ભીમજીભાઈ રાજેશભાઈ ડાભી (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના પોણા છયેક વાગ્યાથી છયેક વાગ્યે દરમિયાન અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો હોન્ડા કંપનીનું CD ડીલકસ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-03-ED-0733 મોડલ સને-૨૦૧૧ વાળુ કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાનું ભીમજીભાઈએ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી.
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.