મોરબી: માળિયા (મી) તાલુકાના જાજાસર ગામ નજીક જલાલુદ્દીન સોલ્ટ પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેકટરના ડ્રાઈવરનુ મોંત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જીલ્લાના બડનાવાજાગીરમા રહેતા શેરુખા ભવેરખા મંગલીયા (ઉ.વ.૪૬) ગત તા.૨૨-૧૦-૨૦૨૨ ના સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાના હવાલાવાળૂ ટ્રેક્ટર રજીસ્ટર નંબર- RJ-07-RD-0413 વાળુ રસ્તામાં પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બિજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પોતાના ટ્રેક્ટરને પલટી મરાવી દેતા પોતાના શરીરે માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા શેરુખાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લા રહેવાસી અને હાલ માળિયા તાલુકાના હરીપર ગામે મજુરી કરી રહેતા હાસમખા વલીમામદભાઈ કલર (ઉ.વ.૩૬) એ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...