મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ રહેતા અને મુળ મધ્યપ્રદેશના વતની હેમરાજભાઈ જીતરાજભાઈ ગણવા (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા. ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ સાડા ચાર વાગ્યાની આસપાસ ગોવિંદભાઈ દુબરીયાની વાડીએ હોય ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોય જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...