હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ દેવી દેવતાના સ્ટીકર અથવા ફોટા વાળા ફટાકડાનુ વેચાણ ન કરવા અને જો વેચાણ કરતા પકડાશે તો કલમ ૨૯૫/૨૯૫ A મુજબ કાનૂની કાર્યવાહી કરીશુ એવુ જણાવવામા આવ્યુ હતુ તો ત્યાંના તમામ વેપારી દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓને પૂરો સપોર્ટ કરવા નું કહ્યું છે એ પણ વેચાણ નહિ કરે અને બીજાને પણ વેચાણ નહિ કરવા દે એવું વેપારીઓ દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનને જણાવ્યું છે. આમાં તમામ ગામના અથવા શહેરોમાં વેપારીઓ હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાના સ્ટીકર વાળા ફટાકડાના ખરીદે અને વેચાણના કરે નહિ તો હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આપણે પણ હિન્દુ દેવી દેવતાઓના ફટાકડા ના ખરીદીને સપોર્ટ કરવો.
મોરબી શહેરમાં દારૂનું ચલણ એટલી હદે વધતું જઇ રહ્યા છે હવે બાળકિશોરો પણ બુટલેગર બની રહ્યું છે ત્યારે મોરબીના તખ્તસિંહજી રોડ પર નવયુગ શો રૂમથી આગાળ સિ.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની ૩૬ બોટલો સાથે એક બાળકિશોર સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક...
લ્યો બોલો: ચોરી થયા ના એક અઠવાડિયા પછી પોલીસે ફરિયાદ નોંધી
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે તસ્કરોએ ત્રણ ઘરોને નીશાને બનાવી તરખાટ મચાવ્યો હતો. જેમાં વેજલપર ગામે પ્રૌઢના રહેણાંક મકાનમાંથી તથા અન્ય એક ધર્મેશભાઈના મકાનમાંથી રોકડ તથા ગૌતમભાઈનુ બાઈક મળી કુલ કિં રૂ. ૪૮,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી કોઈ અજાણ્યો...
મોરબી શહેરમાં આવેલ નવા ડેલા રોડ પર ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલ શૌચાલય પાસે પાર્ક કરેલ જગ્યાએથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને કુરીયરમા નોકરી કરતા હસમુખભાઈ દેવજીભાઈ...