મોરબી: મોરબીના લાલપર ગામની સીમ મોરબી જુના રફાળેશ્વર રોડ મીલેનીયમ ટાઇલ્સના કારખાનાની સામે સી.સી.રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામની સીમ મોરબી જુના રફાળેશ્વર રોડ મીલેનીયમ ટાઇલ્સના કારખાનાની સામે સી.સી.રોડ પરથી આરોપી મનોજ કુમાર બન્ધુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬)રહે હાલ લાલપર ગામે મીલેનીયમ ટાઈલ્સના કારખાનાની લેબર કોલોનીમાં. મુળ રહે બિહાર વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૮૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...