મોરબી: મોરબીમાં આગામી 31,ઓકટોબરના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા તા.25-10-22 થી તા.31-10-22 સુધી વિવિધ કાર્યક્રમો આપેલ છે. જેમાં પ્રથમ દિવસે એકતા માનવ સાંકળ રચવાનો કાર્યક્રમ હોય નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા ફરતે દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની આગેવાની હેઠળ પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ ગાંભવા, અશ્વિનભાઈ વગેરે શિક્ષકો, તલાટીઓ, અન્ય કર્મચારીઓ અને નગરજનોએ એકમેકના હાથ પકડી એકતા માનવ સાંકળ રચી એકતાના દર્શન કરાવ્યા હતા.
હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાં બોલેરો પીકપમાથી દેશી દારૂ તથા અન્ય પ્રોહિ મુદામાલ મળી કુલ કિ.રૂ ૬,૦૫,૨૫૦/- ના મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ધુળકોટ ગામની સીમમાં રેઇડ કરતા એક ઇસમને બોલેરો પીકઅપ ગાડી સાથે ૩૭૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ...
મોરબી તાલુકાના જૂના આમરણ ગામે રહેતા યુવકને એક શખ્સ સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો આપી ચાબુક વડે મારમારી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના આમરણ ગામે ડાયમંડનગરમા...