વાંકાનેર બાઉન્ટ્રી પાસે બોલેરો ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશીદારૂની ૯૫ બોટલો સાથે બે ઝડપાયાં
મોરબી: વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશીદારૂની બોટલો નંગ -૯૫ કિ.રૂ.૩૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩,૪૯,૦૦૦/-ના મુદામાલ સાથે બે આરોપીને મોરબી એલ.સી.બી. એ ઝડપી પાડયા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે થાય તે સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓ તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે અમદાવાદ તરફથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-07-9-1750 વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી રાજકોટ જનાર હોય તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે આધારે રેઇડ કરતા બોલેરો ગાડીના ઠાઠાના ભાગે પડખામાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂની બોટલો સાથે રાજુભાઇ નરશુભાઇ ડામોર ઉ.વ.૩૩ રહે. દુધમાલી ડામોર ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ તથા ચંદુભાઇ મંગળસિંગ પલાસ ઉ.વ. ૨૩ રહે. આંબલી મેનપુર તળવી ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ વાળા બે ઈસમોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક માલ મંગાવનાર નાથુભાઇ રહે. હાલ કુવાડવા તા.જી.રાજકોટ વાળાનુ નામ ખુલતા કુલ ૩ ઇસમો વિરૂધ્ધમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ મુદામાલની વિગત ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૫ કિ.રૂ. ૩૮,૦૦૦/, મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ- 07- Y2-1750 કિ.રૂ. 3,00,000, મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૮,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૩,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૪૯,૦૦૦/ નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે.