મોરબીમાં મહેન્દ્ર ડ્રાઇવ પુલ પરથી અજાણ્યા યુવકે પડતું મુક્યું
મોરબી: મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ પુલ ઉપરથી આજે સવારે અજાણ્યા યુવકે છલાંગ લગાવતા યુવકનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ડેડબોડીને પીએમ અર્થે ખસેડી બનાવનું કારણ અને મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મુજબ મયુરપુલ અને પાડાપુલના છેડે દરબારગઢ તરફ જવાના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી આજે સવારે એક અજાણ્યા યુવકે છલાંગ લગાવી હતી. આ અજાણ્યા યુવકે પુલ પરથી છલાંગ લગાવતા નીચે બેઠાપુલ પાસે મંદિર નીચે પડતા ગંભીર ઇજા પહોંચતા યુવકનુ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ડેડબોડી પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝનના પોલીસે જણાવ્યું હતું કે, હાલ યુવકની કોઈ ઓળખ મળી નથી. પરંતુ મૃતક શ્રમિક અને અંદાજે ૩૦થી૩૫ વર્ષનો હોવાનું અનુમાન છે. હાલ મૃતકની ઓળખ મેળવવા અને આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.