મોરબીનો પ્રખ્યાત ઝુલતો પુલ તુટ્યો, અનેક લોકો પાણીમાં પડ્યા, તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી
મોરબી : મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. સૌરાષ્ટ્રની આન બાન અને શાન સમો મોરબીનો પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પડ્યા છે. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં છે.
મળતી માહિતી મુજબ મોરબીમા તાજેતરમાં જ રીનોવેશન બાદ બેસતા વર્ષે ના દિવસે ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલ તેહવારોની રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. જેમાં આજે રવિવારના દિવસે ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય જેના લીધે પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકો નીચે પડ્યા હતા. હાલ ઘટના અંગે જાણ થતાં એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.