મોરબી: ટંકારા તાલુકાના ગજડિ ગામે નદીના કાંઠે ઈલેક્ટ્રીક મોટર ઉતારતી વખતે શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે માનસુરભાઈ લખુભાઈ ઝારીયાની વાડીએ રહેતા રામુભાઈ રતનભાઈ માવી ઉ.વ.૨૫ નામનો યુવક નદી કાંઠે ઇલેક્ટ્રિક મોટર ઉતારી રહ્યો હતો ત્યારે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
