હળવદના ચરાડવા ગામે બાજુના ખેતરનું પાણી ખેતરમાં આવેલ હોય જેનો ખાર રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે બાજુના ખેતરનું પાણી આવેલ હોય જેનો ખાર રાખી યુવાનને ચાર શખ્સોએ ગાળો આપી સોરીયા, ધારીયા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે ગુરૂકુલ પાછળ રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ સોનાગ્રા (ઉ.વ.૩૫) એ તેમના જ ગામના આરોપી ગોપાલભાઈ ઉકાભાઇ દલવાડી, ઉકાભાઇ ગંગારામ ભાઈ દલવાડી, કેશવજીભાઇ નરશીભાઈ દલવાડી, મોતીલાલ નરશીભાઈ દલવાડી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના સુમારે ફરીયાદીનુ તથા આરોપી ગોપાલ ઉકાભાઇનુ બાજુ બાજુમા ખેતર (વાડી) આવેલ હોય અને ફરીયાદીના ખેતરનુ પાણી આરોપી ગોપાલના ખેતરમાં ગયેલ જેથી આરોપીને સારૂના લાગતા જેનુ મનદુખ રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી કેશવજી નરશીભાઇએ સોરીયા વતી ફરીયાદીને ડાબી બાજુ કાનથી ઉપર માથામા ઘા મારી ફુટ કરી ઇજા કરી તથા આરોપી ઉકાભાઇ ગંગારામભાઇએ ફરીયાદીને સોરીયા વતી જમણી બાજુ કાનથી ઉપર માથામા ઘા મારી ફુટ કરી ઇજા કરી તથા સાહેદ અનસોયાબેનને આરોપી ગોપાલે ધારીયા વતી ડાબી કાનથી ઉપર માથમાં મારી ફુટ કરી ઇજા કરી તથા આરોપી મોતીલાલ નરશીભાઇ સોરીયા વતી સાહેદને ડાબા હાથના અંગુઠા પાસે મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે પ્રવીણભાઈ એ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
