મોરબીના રફાળેશ્વર ગામે કોર્ટમાં મુદત બાબતે વાત કરતા સારૂ ન લાગતા પીતા પર પુત્રોનો છરી વડે હુમલો
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પીતા પુત્ર કોર્ટમાં મુદત હોય જેની વાત કરતા હતા ત્યારે તેમના અન્ય દિકરા અને તેના મિત્ર ને સારું ના લાગતા ત્રણ પુત્રો સહીત તેના મિત્રે મળી પીતા પર છરી, પાઈપ વડે હુમલો કર્યો હોવાની ભોગ બનનારે પીતા એ તેમના ત્રણ પુત્રો અને તેના મિત્ર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રણછોડભાઈ કુંવરજીભાઇ ઝાપડા (ઉ.વ.૬૫) એ આરોપી રાજુભાઇ રણછોડભાઈ ઝાપડા (ઉ.વ.૨૧), ગણેશભાઈ રણછોડભાઈ ઝાપડા (ઉ.વ.૩૪), રામાભાઈ રણછોડભાઈ ઝાપડા (ઉ.વ.૩૧) રહે ત્રણે રફાળેશ્વર ગામ. તા. મોરબી તથા ફૈઝલભાઈ સમીરભાઈ માજોડા (ઉ.વ.૩૧) રહે. લીલાપર ઓડ જુના મણીધર સામે હુશેનપીરની દરગાહ પાછળ મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સાતેક વાગ્યાના વખતે ફરીયાદી દિકરા ગોપાલભાઇને કોર્ટમા મુદત હોય જેની વાત કરતા હતો તે ત્યારે તેમના અન્ય દિકરા આરોપી રાજુભાઇ તથા ગણેશભાઇ તથા રામાભાઇ તથા તેના મિત્ર ફૈઝલને સારૂ નહી લાગતા ફરીયાદીને શરીરે મુંઢમાર મારી ઝપાઝપી કરી ભુંડાબોલી ગાળો આપી આરોપી રાજુભાઇએ છરી વડે ડાબા હાથના બાવડા ઉપર સરકો કરી તથા આરોપી ગણેશભાઇએ લોખંડનો પાઇપ મારી ડાબા હાથમા ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રણછોડભાઈ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.