ટંકારાના જબલપુર જવાના રોડ પર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું મોત
મોરબી: ટંકારા જબલપુર રોડ ઈન્દ્રપ્રસ્થ -૨ સોસાયટીના જબલપુર જવાના રસ્તા પર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વૈભવભાઈ માવજીભાઈ ફેફર (ઉ.વ.૨૫) એ આરોપી હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજીસ્ટર નં – GJ-36-AA-6202 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી એ પોતાના હવાલા વાળુ હીરો હોન્ડા સ્પલેન્ડર રજી નં. જી.જે ૩૬ એ.એ ૬૨૦૨ ફુલ સ્પીડ અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા માવજીભાઇ મોહનભાઇ ફેફર જે મોટર સાયકલ હીરો હોન્ડા સ્પલેન્ડર રજી નં.જી.જે ૦૩ બી.એન ૫૩૫૨ લઇને ઉભા હતા તેની સાથે ભટકાડી પોતાને શરીરે તથા ફરીયાદીના પિતાજીને જમણા પગે તથા ડાબા પગે ઇજાઓ તથા માથાના ભાગે ગંભીર મુઢ ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાંન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વૈભવભાઈ એ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૨૭૯, ૩૩૭,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.