ટંકારા: તારીખ ૦૮/૧૧/૨૦૨૨ ને મંગળવારને દેવ દિવાળીના રોજ રાત્રે ૯.૩૦ કલાકે સ્થળ પંચાયત ગ્રાઉન્ડ ખાતે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ-શાળા ટ્રસ્ટ – નસીતપરના લાભાર્થે શ્રી જય અંબે ગૌ-સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક “રા’નવઘણ યાને આહીરની ઉદારતા” અને સાથે “કોમિક દિકરો દયારામ” ભજવામાં આવશે.
તો આ ઐતિહાસિક અને કોમિક નાટક નિહાળવા તથા ગૌ-સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ- શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...