મોરબીના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો
મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોરબીના જુદા જુદા ૨૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વિના મિલકત વહેંચી નહીં શકાય.
મોરબી શહેર અને એ ડીવિઝન વિસ્તારમાં આવતી ૧૧ જેટલા વિસ્તારમાં અંશાત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી ઉપરોકત તમામ વિસ્તારોમાં જીલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વિના મિલકત વહેચી નહીં શકાય.